WatchGujarat.વડોદરાના પાદરા વિસ્તારમાં રહેતી તબીબ અને સાથે વકીલાતનો અભ્યાસ
તી કરતા યુવતીએ લાફો મારી દેતા યુવાને મિત્ર સાથે મળી યુવતી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો.. જેથી આ બનાવ અંગે તબીબ યુવતીએ પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ યુવાનો સામે ગુનો દાખલ કરી ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.
તી કરતા યુવતીએ લાફો મારી દેતા યુવાને મિત્ર સાથે મળી યુવતી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો.. જેથી આ બનાવ અંગે તબીબ યુવતીએ પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ યુવાનો સામે ગુનો દાખલ કરી ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.
પાદરા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, પાદરા વિસ્તારમાં ફિઝીયોથેરાપીસ્ટ યુવતી તેના પરિવાર સાથે રહે છે. અને હાલમાં તે વકીલાતનો પણ અભ્યાસ કરે છે. દસ દિવસ પહેલા તેઓના ઘરે વલ્લભ, કેયુર, ગીરીશ ઠક્કર, તોફીક વ્હોરા સહિત 40 જેટલા લોકો તબીબ યુવતીની ઘેર હાજરીમાં ધસી ગયા હતા. અને ઘરનું તાળું તોડી તેના પરિવારજનોને માર માર્યો હતો. આ બનાવમાં તબીબ યુવતીના માતા-પિતાની તબીયત બગડી હતી. જેઓને હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા હતા. જે દરમિયાન ગીરીશ ઠક્કર, તોફીક વ્હોરા, જાવેદ વ્હોરા સહિત 5 થી 6 લોકોએ તબીબ યુવતીના ઘરે જવા- આવવાના રસ્તા ઉપર પતરાં લગાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, તબીબ યુવતીએ 100 નંબર ઉપર ફોન કરતા તમામ લોકો કામ પડતું મૂકીને ફરાર થઇ ગયા હતા.
જે બાદ બે દિવસ પહેલાં વહેલી સવારે જાસપુર ગામનો રહેવાસી ગીરીશ ઠક્કર, તોફીક વ્હોરા, જાવેદ વ્હોરા, જમીલ વ્હોરા અને તેનો ભાઇ વરન્ડાની ખૂલ્લી જગગ્યામાં પતરાં લગાવી રસ્તો બંધ કરી રહ્યા હતા. તેથી તબીબ યુવતી અને તેના ભાઇએ વિરોધ કરતા ગીરીશ ઠક્કરે તબીબ યુવતીની છેડતી કરી હતી. જેથી યુવતી રોષે ભરાઈ ગીરીશ ઠક્કરને લાફો મારી દે છે. જે ગીરીશ ઠક્કરને સહન ન થતા તેણે યુવતીનું અપહરણ કરી તેના મિત્રો સાથે મળીને દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન યુવતીના ગુપ્તાંગમાં યુવાનો દ્વારા ઈજા પણ પહોંચાડવામાં આવી હતી. જેથી તબિબ યુવતી દ્વારા આ તમામ યુવાનો વિરુદ્વ પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
- યુવતી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરતા બુમરાડ મચાવી
તબીબ યુવતીએ લાફો મારી દેતા ગીરીશ ઠક્કર અને તેની સાથે આવેલા રોષે ભરાયો હતો અને તેની સાથે આવેલા તેના મિત્રો તોફીક વ્હોરા, જાવેદ વ્હોરા, જમીલ વ્હોરા અને તેના ભાઇએ તબીબ યુવતીના ભાઇને દૂર લઇ ગયા હતા. તે સાથે તોફીક વ્હોરાએ તબીબ યુવતીના હાથમાંથી બે ફોન ખૂંચવી લઇ અન્ય સાગરીતને આપી રવાના કરી દીધો હતો. જે બાદ ગીરીશ ઠક્કર, તોફીક વ્હોરા, જાવેદ વ્હોરા, જમીલ વ્હોરા અને તેનો ભાઇ તબીબ યુવતીને ઉંચકીને નજીક પડેલી કાર પાસે લઇ જઈ તેની સાથે ગીરીશ ઠક્કર અને તોફીક વ્હોરાએ દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત જાવેદ વ્હોરા અને જમીલ વ્હોરાએ તબીબ યુવતીના ગુપ્તાંગ સાથે શારીરીક છેડછાડ કરી હતી. જ્યારે જમીલના ભાઇએ યુવતીના ગુપ્તાંગમાં હથોડીના હાથા વડે ઇજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.. જો કે, તબીબ યુવતીને માર માર્યો હતો. તે સમયે તબીબ યુવતીએ બૂમરાણ મચાવતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા.
- યુવતીને સારવાર માટે પાદરા સરકારી હોસ્પિટલમાં ખસેડી
તબીબ યુવતીનો ભાઇ પણ આવી પહોંચ્યો હતો અને બૂમરાણ મચાવતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. જેથી પાંચેય યુવાનો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જે બાદ તબીબ યુવતીને 108 એમ્બ્યુલન્સમાં પ્રથમ પાદરા સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. પરંતુ, ત્યાં સીટી સ્કેનની સુવિધા ન હોવાથી વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી. ત્યાર બાદ ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. તબીબ યુવતી સારવાર હેઠળ હોઇ, પોલીસ ફરિયાદ આપી શકી ન હતી. દરમિયાન તબીબ યુવતીએ પાદરા પોલીસ મથકમાં પાદરા તાલુકાના જાસપુર ગામના રહેવાસી ગીરીશ ઠક્કર, તોફીક વ્હોરા, જાવેદ વ્હોરા, જમીલ વ્હોરા અને તેનો ભાઇ સામે પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પાદરા પોલીસે તમામ સામે 376 (ડી), 354, 323, 143, 147 મુજબ ગુનો દાખલ કરી ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે. આ બનાવે પાદરામાં ચકચાર જગાવી મૂકી છે