બિસીએ ચૂંટણી માં ત્રીજા મોરચાને સક્રિય થવું છે પણ ટેકેદારો ની ખેંચ.

 બરોડા ક્રિકેટ એસસિયેશન માટે આં ઐતહાસિક ચૂંટણી છે, કારણકે ક્રિકેટ, ક્રિકેટર માટે બીસીએ ના બે જૂથ રીવાયવલ અને રોયલ  હવે જૂથવાદ ને ત્યજી દઈ વડોદરાને ક્રિકેટ ની કાશી બનાવવા માટે એક સાથે પ્રયાસ કરશે. 


આગામી તારીખ 26મી ફેબ્રુઆરીના રોજ બીસીએ ના પ્રમુખ, ઉપ પ્રમુખ, સેક્રેટરી, એપેક્ષ કમિટી સહિત અન્ય હોદેદારોની ચૂંટણી યોજાવવાની છે. ત્યારે દાયકા થી બીસીએ જે બે જૂથો એક બીજા સામે ચૂંટણી લડતા હતા, તે હવે એક સાથે થઈ ગયા છે.


RR જૂથ માં એકજ વાત વાદ નહી વિવાદ નહી ક્રિકેટ સિવાય કોઈ વાત નહી.



તો બીજી તરફ છેલ્લા 115 વર્ષોથી વડોદરા ના વિકાસમાં અનેક પ્રકારે ફાળો આપનારા એલેમ્બિક પરિવારે પણ ક્રિકેટ અને ક્રિકેટરોના વિકાસ માટે,  ગ્રાઉન્ડ થી માંડીને તાલીમ માટે અદ્યતન સુવિધાઓ માટે ખૂબજ મહેનત કરી છે. આટલું ઓછું હોય તેમ વડોદરાને આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્ટેડિયમ મળે તે સ્વપ્ન ને પણ ચરિતાર્થ કર્યું છે.

ક્રિકેટની વાત કરીએ તો વડોદરામાં ક્રિકેટ અને ક્રિકેટર ને તાલીમ માટે શહેરના રાજવી પરિવાર નું ઘણું મોટું યોગદાન રહ્યું છે. ભારતીય ટીમ માં સ્થાન પામનારા અનેક વરિષ્ઠ ક્રિકેટરોએ પોતાના શરૂઆતના દિવસોમાં મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ પર જ ક્રિકેટની શરૂઆત કરી હતી.

  એક તરફ બંને જૂથો એક થયા છે, ત્યારે સંજય પટેલ જૂથે જાણે ત્રીજો મોરચો માંડયો હોય તેવી ચર્ચા ચાલી રહી છે. જેમાં પ્રથમ તો સંજય પટેલ  દ્વારા મેસોનિક હોલ ખાતે મિટિંગ બોલાવવામાં આવી હતી ,જેમાં કુલ 14 સભ્યો જ ભેગા થયા હોવાની વાત સૂત્રો માંથી જાણવા મળ્યું હતું , જેને કારણે પ્રથમ ગ્રાસે ભક્ષિકા જેવી હાલત થઈ હતી.


પરંતુ જેમ દોરી વળ ના છોડે તેજ રીતે હજી પણ આ ત્રીજો મોરચો લડવા માટે એડી ચોંટી નું બલ વાપરવા ના મૂડ માં છે. જયારે પણ આ જૂથ ને પૂછવામાં આવે ત્યારે હજી વિચારણા ચાલી રહી છે તેવો જ જવાબ મળે છે. જોકે હકીકતમાં તો ત્રીજા મોરચામાં  હજી પણ ચૂંટણી લડે તેટલા સભ્યો પણ જોડાયા નથી, ત્યારે ઉમેદવારની ખોટ પણ ઊભી થાય તેવી ચર્ચા ચાલી છે. 

તો બીજી તરફ મળતી માહિતી અનુસાર વડોદરાના જાણીતા તબીબ ડૉ દર્શન બેન્કરે , ત્રીજા મોરચા માં કે પછી ચૂંટણી લડવાની વિચારણા પણ પડતો મૂકી દીધી હોવાની વાત જોર પકડી રહી છે. ત્યારે હવે ત્રીજા મોરચામાં એક પછી એક વિકેટ પડવા માંડે તો પણ નવાઈ નહી.


તો બીજી તરફ રોયલ રીવાયવલ (RR) જૂથ તો હવે એકજ વાત પકડી લીધી છે.. દરેક સભ્યોનો એકજ સુર છે કે વાદ નહી વિવાદ નહી, ક્રિકેટ સિવાય ની વાત નહિ. આમ આ વખતે બી સી એ ની ચુંટણી ગુજરાત ની વિધાન સભા ની ચૂંટણી જેવી રસાકસી વિનાની યોજાય કે સમરસ પણ થાય તો નવાઇ નહીં.

Post a Comment

Previous Post Next Post