શિવને પંચમુખી. દશભૂજા યુક્ત માનવામાં આવે છે. શિવના પશ્ચિમ મુખનુ પૂજન પૃથ્વી તત્વના રૂપમાં કરવામાં આવે છે. તેમના ઉત્તર મુખનુ પૂજન જળ તત્વના રૂપમાં. દક્ષિણ મુખનુ તેજસ તત્વના રૂપમાં અને પૂર્વ મુખનુ વાયુ તત્વના રૂપમાં કરવામાં આવે છે. ભગવાન શિવના ઉધ્વમુખનુ પૂજન આકાશ તત્વના રૂપમાં કરવામાં આવે છે આ પાંચ તત્વોનુ નિર્માણ ભગવાન સદાશિવ દ્વારા જ થયુ છે. આ પાંચ તત્વોથી સંપૂર્ણ ચરાચર જગતનુ નિર્માણ થયુ છે. ત્યારે જ તો ભવરાજ પુષ્પદંત મહિમ્નમાં કહે છે - હે સદાશિવ તમારી શક્તિથી જ આ સંપૂર્ણ સંસસર ચર-અચરનુ નિર્માણ થયુ છે.
આ જ રીતે એ સ્પષ્ટ થઈ જાય છે કે ભગવાન શિવ ઉત્પત્તિ. સ્થિતિ અને સંહારના દ્રષ્ટા છે. નિર્માણ. રક્ષણ અને સંહરણ કાર્યોના કર્તા હોવાને કારણે તેમને જ બ્રહ્મા. વિષ્ણુ અને રુદ્ર કહેવામાં આવ્યા છે. ઈર્દ અને ઈત્થં સાથે તેમનુ વર્ણ શબ્દથી ઉપર છે. શિવની મહિમા વાણીનો વિષય નથી. મનનો વિષય પણ નથી. તે બધા બ્રહ્માંડમાં તદ્રુપ થઈને વિદ્યમાન થવાથી સદા શ્વાસ-પ્રશ્વાસમાં અનુભૂત થતા રહે છે. આ જ કારણે ઈશ્વરના સ્વરૂપને અનુભવ અને આનંદની સંજ્ઞા આપવામાં આવી છે.
ભગવાન શિવને અનેક નામોથી ઓળખવામાં આવે છે. જેમા ત્રિનેત્ર. જટાઘર. ગંગાધર. મહાકાલ. કાલ. નક્ષત્રસાધક. જ્યોતિષમયા. ત્રિકાલઘુપ. શત્રુહંતા વગેરે અનેક નામ છે.
ભગવાન શિવનુ એક નમ શત્રુહંતા પણ છે. જેનો અર્થ છે તમારી અંદરના શત્રુ ભાવને સમાપ્ત કરવો. અનેક કથાઓમાં આપણે જોઈએ છીએ કે જ્યારે બ્રહ્માંડ પર કોઈ પણ વિપત્તિ આવી. બધા દેવતા શિવની પાસે ગયા. ભલે સમુદ્રમંથનથી નીકળણારુ ઝેર હોય કે ત્રિપુરાસુરના આતંક કે આપતદૈત્યનો કોલહલ. આ કારણે ભગવાન શિવ પરિવારના બધા વાહન શત્રુ ભાવ ત્યાગીને પરસ્પર મૈત્રીભાવથી રહે છે. શિવજીનુ વાહન નંદી(બૈલ). પાર્વતીનુ વાહન સિંહ, ભગવાનના ગળાનો સર્પ કાર્તિકેયનુ વાહન મયુર, ગણેશનુ ઉંદર બધા પરસ્પર પ્રેમ અને સહયોગના ભાવથી રહે છે.
Tags:
#panchmukhi
alembic pharmaceuticals
gujarat
Gujarat samachar
mahadev
SHAHEENBAUG
Shiva
vadodara
yantra