મંગળવારે સમાં કેનાલ માં ન્હાવા પડેલા બે કિશોર ડૂબ્યા: એક નો મૃતદેહ મળ્યો.

 શહેરના સમા-સાવલી રોડ ઉપર સમા કેનાલમાં ગત મોડી સાંજે નાહવા પડેલા બે કિશોરો ડૂબી જતા લાપતા થયા હતાલાપતા બે કિશોરો પૈકી એક કિશોરનો મૃતદેહ આજે 10 કિલો મીટર દૂર સેવાસી પાસેથી કેનાલમાંથી મળી આવ્યો હતોબંને કિશોરોના કપડાં અને સાઇકલ કેનાલ ઉપરથી મળી આવ્યા બાદ તેઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.



સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસારશહેરના સમા વિસ્તારમાં આવેલ 17સત્યમનગરમાં રહેતો ઓમ મનોજભાઇ શિંદે (ઉં.. 15) અને 6સત્યનારાયણ સોસાયટીમાં રહેતો મયુર દલવી (ઉં.. 13) મોડી સાંજે સાઇકલ લઇને સમા મેકડોનાલ્ડ હોટલ પાસે નાહવા ગયા હતાકેનાલ ઉપર સાઇકલ અને કપડાં મૂકી કેનાલમાં નાહવા પડેલા  બંને મિત્રો કેનાલના પાણીમાં તણાઇ જતા લાપતા થયા હતા.



સુત્રોના જણાવ્યા અનુસાર, ધોરણ-6 માં અભ્યાસ કરતો મયુર દલવી અને ઓમ શિંદે મોડી સાંજ સુધી ઘરે પરત  ફરતા પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી હતીશોધખોળ દરમિયાન બંનેના કપડાં અને સાઇકલ કેનાલ ઉપરથી મળી આવ્યા હતાબંને કિશોરો કેનાલમાં ડૂબી ગયા હોવાના અનુમાન સાથે બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતીસમા પોલીસ મથકનો પોલીસ સ્ટાફ તુરતજ સ્થળ પર દોડી આવી હતીઅને ફાયર બ્રિગેડની મદદ લઇ તપાસ શરૂ કરાવી હતીજોકેરાત્રે 3 વાગ્યા સુધી શોધખોળ કરવા છતાંપત્તો મળ્યો  હતો.

શોધખોળ દરમિયાન આજે વહેલી સવારથી કેનાલના વહેતા પાણીમાં લાપતા થયેલા મયુર દલવી અને ઓમ શિંદેની શોધખોળ શરૂ કરવામાં આવી હતીકલાકોની શોધખોળ બાદ ફાયર બ્રિગેડના લાશ્કરોને સમાથી 10 કિલો મીટર દૂર સેવાસી કેનાલમાંથી મયુર દલવીનો મૃતદેહ મળી આવ્યો હતોફાયર બ્રિગેડે કેનાલમાંથી મૃતદેહ બહાર કાઢી પોલીસના સોંપ્યો હતોઅને બીજો લાપતા ઓમ શિંદેની શોધખોળ શરૂ કરી હતી.

Post a Comment

Previous Post Next Post